ઢબુડી માતાનો વધુ એક વીડિયો આવ્યો સામે કહ્યું કે, 'મારી પાસે ચમત્કાર નથી' - અમદાવાદ
અમદાવાદ: ચર્ચાસ્પદ ઢબુડી માતા પર ફરિયાદ થયા બાદ ભૂગર્ભમાં ધનજી ઓડ ઉતરી ગયો છે. જે અંગે પોલીસનો તપાસનો દોર શરૂ થયો હતો. જેમાં અનેક નવા ખુલાસા પણ થયા હતા, ત્યારે હવે ઢોંગી ધનજી ઓડનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેને કહ્યું છે કે, કેટલાક દિવસથી ભક્તોને દર્શન નથી આપ્યા તો જલ્દીથી પરત આવશે અને નિર્દોષ સાબિત થશે. વીડીયોમાં એમ પણ કહ્યું છે કે, 'હું કોઈ ચમત્કાર નથી કરતો લોકો તો આસ્થાના લીધે મારી પાસે આવે છે'. યુ ટ્યુબ પર અપલોડ કરેલા વીડિયોમાં ધનજીએ કહ્યું કે, જે થયું છે તેનાથી લાખો ભક્તો તડપી રહ્યા છે, પરંતુ ભક્તો ધીરજ રાખો મોટું ફળ મળશે અને મારું ખરાબ કરનાર 2 લોકોને પણ ભગવાન સજા આપશે.