જૂનાગઢના કેશોદમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો - KESHOD NEWS
જૂનાગઢ: કેશોદ તાલુકાના સોંદરડા ગામે કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં સુરતથી આવેલા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેશોદ તાલુકામાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં તંત્ર પણ દોડતું થયું છે. તેમજ સોંદરડા ગામે તંત્ર દ્વારા સેનેટાઇઝેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. કેશોદમાં કુલ 10 કેસ કોરોના પોઝિટિવ છે.