બગસરા પંથકમાં દીપડાનો વધુ એક પશુ પર હુમલો
અમરેલી: જિલ્લાના બગસરા પંથકમાં દીપડાનો કહેર આજે પણ યથાવત છે. જેમાં હામાપુર રોડ પર આવેલા ખેતરમાં બાંધેલા બળદ પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બળદને સામાન્ય ઇજા પહોંચી હતી. આ હુમલાને લઇને ગામ લોકોમાં ફરી ડર સતાવી રહ્યો છે અને સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. આ હુમલાને લઇને આજે પણ વન વિભાગ દીપડાને ઠાર મારે તવી શક્યતાઓ સેવાઇ રહી છે.