ચાલુ ટ્રેનમાંથી કિન્નર નીચે પટકાતા એકનું મોત, બે ઘાયલ - કિન્નર પટકાતા એકનું મોત બે ઘાયલ
દાહોદઃ ઉજ્જૈન જતી મેમુ ટ્રેનમાં કિન્નરો વચ્ચે નાણા ઉઘરાવવા બાબતે તકરાર થઈ હતી. આ મારા મારી દરમિયાન ત્રણ કિન્નરો ચાલુ ટ્રેનમાંથી પડી જતાં એક કિન્નરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. જ્યારે અન્ય બે કિન્નરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દાહોદ રેલવે સ્ટેશનથી ઉપડીને ઉજ્જૈન તરફ જતી મેમુ ટ્રેનમાં કિન્નરો દ્વારા મુસાફરો પાસેથી નાણા ઉઘરાવવામાં આવી રહ્યા હતા. દરમિયાન ટ્રેનની નીચે એક કિન્નર આવી જતાં તેનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યુ હતુ.