જામનગરમાં ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લીધું, 1નું મોત - જી. જી. હોસ્પિટલ જામનગર
જામનગરઃ શહેરમાં ડમ્પર ચાલકે બે યુવકોને અડફેટે લેતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવકને તાત્કાલિક સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. બંન્ને યુવકો તબલા લેવા માટે બીજા મિત્ર પાસે જઇ રહ્યા હતા. તે દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. યુવકોના સમાજના લોકો હોસ્પિટલ ખાતે એકઠા થયા. પોલીસ કફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.