'કેશુબાપાની વિદાય': પ્રદિપસિંહ જાડેજાએ કેબિનેટમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો - Political mourning in cabinet
અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન થતાં સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી છે. ગુરુવારે સવારે હોસ્પિટલમાં કેશુબાપાએ અંતિમ શ્વાસ લીધા હતાં. બાપાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત અનેક નેતાઓએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પી છે. જ્યારે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપ સિંહ જાડેજા દ્વારા પણ બાપાને સન્માન સાથે વિદાય આપવા કેબિનેટમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
Last Updated : Oct 29, 2020, 8:35 PM IST