વડોદરામાં ફરીથી મેઘતાંડવ શરૂ, જળસપાટીમાં થયો વધારો - વડોદરા
વડોદરાઃ શહેરમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરીથી મેઘરારાજાનો તાંડવ શરૂ થયો છે. આજવા સરોવરના ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતાં પાણીની સપાટીમાં 212.55નો વધારો નોંધાયો છે. ત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી 27.75 સુધી પહોંચી છે. જે સાંજ સુધીમાં 29 ફીટ સુધી પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે. પ્રતાપપુરા સરોવર અને આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. જેથી પાણી સપાટી વધીને 27.75 ફૂટ પહોંચી છે. ત્યારે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરીને લઈ મહત્વના નિર્ણય લેવાઈ રહ્યાં છે.