જામનગર: વેલેન્ટાઇન ડેના રોજ જામનગરમાં શાળાના બાળકો માતા-પિતાનું પૂજન કરશે - jamngar NEWS
જામનગર: વેલેન્ટાઇન ડેના રોજ જિલ્લાની તમામ સ્કૂલમાં માતા પિતાનું પૂજન કરવામાં આવશે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લાની તમામ સ્કૂલ પર પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં દરેક સ્કૂલમાં 10 વાલીઓને બોલાવવા અને સ્કૂલમાં જ વાલીઓનું તિલક અને ફુલહાર કરી પૂજન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે, આ પરિપત્ર ફરજીયાત નથી. સ્વૈચ્છિક રીતે શાળાઓ માતા-પિતાનું પૂજન કરાવી શકે છે.