નવસારી: ગાંધીજયંતી નિમિત્તે મીઠાના સત્યાગ્રહ સ્મારકમાં પ્રવાસીઓએ મહાત્માને યાદ કર્યા - નવસારી
નવસારી : ભારતની આઝાદીના પ્રવેશદ્વાર સમા ઐતિહાસિક દાંડીના રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકમાં શુક્રવારે મહાત્મા ગાંધીજીની 151મી જન્મ જયંતિ અવસરે કોરોના કાળને ધ્યાને રાખીને પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા. જો કે, નવસારી જિલ્લાના દાંડી ખાતે આવેલા ગાંધી સ્મારકને પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. જેથી બાપુના જન્મ દિવસે લોકો ગાંધીને જાણી શકે.