જમીન વિવાદ મુદ્દે વણકર સમાજના આગેવાનોએ આત્મવિલોપનની ચીમકી આપી - વણકર સમાજના આગેવાનોની આત્મવિલોપનની ચીમકી
અરવલ્લી: મોડાસા તાલુકાના રખીયાલ ગામે વણકર સમાજના લોકોએ 22 વર્ષ અગાઉ સમાજના પ્રસંગો માટે પંચાયત પાસેથી પ્લોટની માંગણી કરી હતી. જેથી ગ્રામ પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારીએ ઠરાવ કરી પ્લોટ ફાળવી આપ્યો હતો. જો કે, હજૂ સુધી આ પ્લોટની સનદ મળી નથી. જેથી પ્લોટ પર બાંધકામ કરી શકાતું નથી. 22 વર્ષથી સનદ નહીં મળતાં રોષે ભરાયેલા સામાજિક આગેવાનોએ મુખ્યપ્રધાનને પત્ર લખી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેથી હવે તંત્ર હરકતમાં આવ્યુ છે.
Last Updated : Jul 27, 2020, 12:22 AM IST