ગુજરાત

gujarat

ETV Bharat / videos

સોમનાથ મહાદેવને દિવાળીની સંધ્યાએ કરાયો રુદ્રાક્ષ શૃંગાર, જુઓ મહાદેવની આરતી - The first Jyotirlinga Somnath Mahadev

By

Published : Nov 14, 2020, 9:44 PM IST

ગીર સોમનાથઃ સમગ્ર દેશમાં શનિવારે દિવાળીનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે કરોડો લોકોની આસ્થાના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ દિવાળીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથ મંદિરના પૂજારીગણ દ્વારા શનિવારે સોમનાથ મહાદેવને શિવજીના પ્રિય એવા રૂદ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારે ETV ભારતના માધ્યમથી જુઓ સોમનાથ મહાદેવના રુદ્રાક્ષ શૃંગારની સાંધ્ય આરતીના દર્શન.

ABOUT THE AUTHOR

...view details