ભીમનાથ મહાદેવ મેહાદેવની પૂજા સાથે મહા શિવરાત્રીની ઉજવણી - Vadodara news
વડોદરા: જિલ્લાના સાવલીમાં પ્રાચીન અને સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવનું મન્દિર આવેલું છે. પરંપરાગત રીતે મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ હતી. વહેલી સવારથી જ ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. હજારો દર્શનાર્થીઓ લાઇનમાં અતિપ્રાચીન સ્વયંભૂ પ્રાગટય શિવલિંગના દર્શન કરી અભિભૂત થયા હતા. સંગીત પ્રચારણી સભામાં ઓમ નમઃ શિવાયની સુરાવલી રેલાઈ હતી અને પ્રસાદી ગ્રહણ કરી હતી.