Offline education in Gujarat : મહેસાણાની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં ધીમે ધીમે વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો - Gujarat Education Department
મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ (Mehsana District Education Committee)દ્વારા સરકારની સૂચના મુજબ 7 ફેબ્રુઆરીથી શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ(Offline education in Gujarat ) કાર્ય શરૂ કરવામાં આવતા આજે શાળાઓ શરૂ થયાના ગણતરીના દિવસોમાં વિદ્યાર્થીઓ 39 ટકા હાજરી સાથે ઓફલાઇન શિક્ષણમાં (Offline education in Mehsana)જોડાયા છે. ઓફલાઇન શિક્ષણ માટે વાલીઓના સમમતિપત્રો સાથે પ્રતિદિન 7 ટકા જેટલી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પણ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વેક્સિન લઈ ઓફલાઇન અને ઓનલાઈન શિક્ષણના કલાસ ભણાવી વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય પૂરું પડવાની સેવા અવિરત રાખી છે. ઓફલાઇન વર્ગો શરૂ થતા દરેક બાળકો શાળાએ આવી શિક્ષણ મેળવી શકે માટે શિક્ષકો દ્વારા પણ વાલીઓ સાથે સંપર્ક સાધી યોગ્ય માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે.