ગુજરાત

gujarat

ETV Bharat / videos

પંચમહાલ જીલ્લામાં સુપોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી - પંચમહાલ જીલ્લામાં સુપોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી

By

Published : Jan 31, 2020, 4:05 AM IST

પંચમહાલઃ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020-22 સુધી વિવિધ મહિલાઓને સ્પર્શ કરતા પ્રશ્નોના નિરાકરણ માટે સુપોષણ સપ્તાહ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જે અંર્તગત જીલ્લાના બોરીયા,નાંદરવા,સુરેલી અને દલવાડા ગામથી સુપોષણ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. કાર્યક્રમના પ્રથમ ચરણમાં બોરીઆ ગામે આવેલી ટાંડી પ્રાથમિક શાળા ખાતે પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને સુપોષણ સપ્તાહનો પ્રારંભ કરાવ્યો હતો. બીજા એક કાર્યક્રમમાં દલવાડા ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળામાં એસ આર પી જૂથ 5 ગોધરાના નાયબ પોલીસ અધિક્ષક એન એમ ડામોર ઉપસ્થિત રહ્યા હતાં. સરકાર મહિલાઓને સ્પર્શતા ગંભીર પ્રશ્નોને ધ્યાને લઇ તેનું નિરાકરણ લાવવા માટે નિતનવા કાર્યક્રમો કરતી હોય છે તો મહિલાઓએ પણ તેમાં સહભાગી થઈ સરકારના હેતુને પાર પાડવો જોઈએ.કાર્યક્રમમાં અન્નપ્રાશન વિધિ,પોષણ અદાલત ( શાળાના બાળકો દ્વારા ) વૃક્ષમાં બિન તું ફિલ્મનું નિર્માણ( અમૂલ્ય ૧૦૦૦ દિવસ),"બીજું પિયર ઘર " ફિલ્મ નું નિર્દશન ( કિશોરીથી કિશોરી ) ,બાળ તંદુરસ્તી અને વાનગી હરિફાઈનું ઇનામ વિતરણ,પાલક દાતાઓનું સન્માન થકી પદર્શન અને સન્માન પણ કરવામાં આવ્યું હતું

ABOUT THE AUTHOR

...view details