નવી સિવિલ હોસ્પિટલમાં મેઈલ નર્સ તરીકે ફરજ બજાવતા યુવાનનું કોરોનાની સારવાર દરમ્યાન મોત - COVID-19 crisis
સુરત : શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિ દિન વધી રહ્યુ છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવતા યુવાનનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે.નર્સ સુનિલભાઇ નિમાવતને એક મહિના પહેલા કોરોનાનો ચેપ લાગતા યુનિક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમનું ઓક્સિજન લેવલ ઓછું થઇ જતા તેમને આઇસીયુમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. નર્સનું મોત થતાં નવી સિવિલ હોસ્પિટલના નર્સીંગ સ્ટાફ દ્વારા યુવાનને અંતિમ વિદાય આપવામાં આવી હતી.