રાજકોટમાં NSUI દ્વારા અનોખો વિરોધ, DEOને ફૂટબોલ આપ્યો
રાજકોટઃ NSUI દ્વારા આજે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ DEOને ફૂટબોલ આપવામાં આવ્યો હતો. NSUIનો આરોપ છે કે, રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સત્ર એપ્રિલમાં શરૂ કરવાના કારણે RTEના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં અન્યાય થશે. સાથે જ રાજ્યમાં અંદાજીત 6 હજાર જેટલી સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. તેમજ ખાનગી સ્કૂલમાં બેફામ ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે. જેને સરકાર નિયંત્રણમાં લાવવામાં અસમર્થ છે. વર્તમાન સમયમાં વાલીઓની સ્થિતિ ફૂટબોલ જેવી થઈ ગઈ છે.