આયુર્વેદિક ડોક્ટરની પરીક્ષા મોકૂફ ન રાખતા NSUIએ વિરોધ પ્રદર્શનની ચિમકી ઉચ્ચારી - NSUI protests of jamnagar Ayurvedic University exam
જામનગરઃ હાલ કોરોનાની વૈશ્વિક મહામારી જોવા મળી રહી છે ત્યારે NSUIએ જામનગરની આયુર્વેદિક યુનિવર્સીટીમાં યુજી અને પીજીની પરીક્ષાને મોકૂફ રાખવાની માગ કરી હતી. જે અંગે યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવી આગામી 48 કલાકમાં ડોકટર્સની પરીક્ષા મોકૂફ રાખવાની રજૂઆત કરી છે. છતાં પણ પરીક્ષા મોકૂફ નહી કરાય તો NSUIએ વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારી છે.