સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફિમાં વધારાને લઈને NSUIનું હલ્લાબોલ - NSUI protest at Saurashtra University
રાજકોટ: શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂતે સોમવારે NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુનિવર્સિટી દ્વારા UG સેમેસ્ટર 6માં વિદ્યાર્થીઓને એટીકેટીના લીધે વર્ષના બગડે તે માટે રિમીડિયલ પરીક્ષા લેવાનો 2017માં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પરીક્ષાની ફીમાં 500 રૂપિયા વધારે લેવાતા હોવાનું સામે આવ્યા બાદ NSUIએ સોમવારે વિરોધ કર્યો હતો. NSUIએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2017માં પૂર્વ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે મૂળ ફી કરતા વધારે ફી લઈને વિદ્યાર્થીઓ પરિક્ષા આપે તેવો નિર્ણય સિન્ડિકેટમાં ઠરાવ પસાર કર્યા વિના જ જાતે જ લીધો હતો. હજુ પણ આ નિયમ મુજબ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી રૂ.500 ફીના નામે ઉઘરવામાં આવી રહ્યા છે. જેને લઈને NSUI દ્વારા આ ફી વિદ્યાર્થીઓ પાસેથી નહિ ઉઘરાવવાની માગ કરવામાં આવી છે.