ભરૂચની SVMIT કોલેજ દ્વારા ફી વસુલાત મુદ્દે NSUIનો વિરોધ - NSUI activists
ભરૂચઃ લોકડાઉનમાં વેપાર રોજગાર બંધ થતા લોકોની હાલત કફોડી બની છે, ત્યારે સરકાર દ્વારા શાળા-કોલેજોને ફી ભરવા માટે વાલીઓને દબાણ ન કરવા સુચના આપવામાં આવી છે, તેમ છતાં ભરૂચની SVMIT કોલેજ દ્વારા ફી વસુલાત માટે દબાણ કરાતું હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં NSUIના કાર્યકરોએ કોલેજ ગેટ પર પ્લે કાર્ડ લઇ રામધુન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કોલેજ સંચાલકોને આ અંગે રજૂઆત કરી હતી. કોલેજના સંચાલક જીવરાજ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, આ અંગે મેનેજમેન્ટ સાથે બેઠક કરી વિદ્યાથીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે અને આ બાબતની જાણ વિદ્યાર્થીઓને કરી દેવામાં આવશે.