હવે શીંગળાપુરના શનિદેવના દર્શન કરી શકાશે પોરબંદરમાં... - Religious
પોરબંદર: શહેરની નજીક આવેલા શનિદેવનું જન્મ સ્થળ હોવાથી શનિ ભક્તો અવારનવાર શનિ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. પોરબંદરથી લગભગ 1100 કિમી દૂર મહારાષ્ટ્રમાં શીંગળાપુર શનિ ભગવાનની કર્મ ભુમી છે. ત્યાં આવેલા આબેહૂબ શનિ દેવની મૂર્તિની સ્થાપના પોરબંદરના સુદામા ચોક પાસે આવેલા મામદેવના મંદિરમાં કરાઈ હતી. જેથી પોરબંદરના લોકો પણ સહેલાઇથી શીંગળાપુર શનિદેવના દર્શન કરી શકશે.