પાટણ બિન સચિવાલયની પરીક્ષા રદ થતા ઉમેદવારોમાં રોષ - non secretarial examination candidates News
પાટણઃ રાજય સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરતા આજે વિધાર્થીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વર્તમાન સરકાર સામે સૂત્રોચ્ચારો કરી દેખાવો કર્યા હતાં. તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલયના ક્લાર્કની લેવામાં આવનાર પરીક્ષા રદ થતા અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણમાં પણ મોટી સંખ્યામાં અરજદારોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. 12 પાસના બદલે સ્નાતક વિદ્યાર્થીઓને જ આ પરીક્ષાનો લાભ મળે તેવા નિર્ણયને લઈ અરજદારોએ વિરોધ નોંધાવ્યો હતો અને કલેકટરને આવેદનપત્ર આપી રાજ્ય સરકાર યોગ્ય ઉકેલ લાવે તેવી માંગ કરી હતી. વિધાર્થીઓના હિતમાં નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલન ની અરજદારોએ ચીમકી ઉચ્ચારી હતી.