મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત - Maharashtra Corona News
નંદુરબારઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે, જેને લઈ ગુજરાત સરકાર સતર્ક થઈ ગઈ છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે ગુજરાત સરકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કર્યો છે. જે પ્રવાસીઓએ કોરોના ટેસ્ટ નથી કરાવ્યો તે તમામ પ્રવાસીઓને ગુજરાત બોર્ડર પરથી પરત મોકલવામાં આવી રહ્યાં છે.