વડોદરા પોલીસ ભવનની દીવાલ ઉપર NO CAB લખી બિલનો વિરોધ કરાયો - વડોદરા પોલીસ ભવન
વડોદરાઃ પોલીસ ભવન બહાર કાળા રંગથી કમળ અને સ્વસ્તિકના સિમ્બોલ સાથે NO CAB લખીને અજાણ્યા શખ્સો દ્વારા નાગરીકતા બિલનો વિરોધ વ્યક્ત કરાયો છે. દેશના પૂર્વોત્તર રાજ્યો સહિત દિલ્હીમાં સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલનો હિંસક વિરોધ થઇ રહ્યો છે. જેના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. ત્યારે વડોદરા પોલીસ ભવન બહાર કાળા રંગથી કમળ અને સ્વસ્તિકના સિમ્બોલ સાથે NO CAB! લખીને અજાણ્યા શખ્સો દ્વારા નાગરીકતા બિલનો વિરોધ વ્યક્ત કરાયો છે. જો કે, વડોદરા શહેર ભાજપનો ગઢ માનવામાં આવે છે. એવા સમયે વડોદરા શહેર પોલીસ કમિશ્નર ઓફિસની દીવાલ બહાર આ પ્રકારના લખાણથી ઉત્તેજના સાથે અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે. પોલીસ ભવન બહાર સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે હવે સીસીટીવીના આધારે તપાસ થાય તો આ લખાણ કોણે અને ક્યારે લખ્યું તે સવાલનો જવાબ મળી શકે છે.