ભરૂચની GNFC કંપનીમાંથી નાઈટ્રોજન ડાયોકસાઈડ ગેસ લીક થતા દોડધામ - નર્મદા વેલી ફર્ટીલાઈઝર
ભરૂચઃ ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર કંપનીના WNA પ્લાન્ટમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઈડ ગેસ લીકેજ થઇ હવામાં ભળતા કંપની કર્મચારીઓ સહિત આસપાસના વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ છવાયું હતું. આ ઘટનાની જાણ GPCBને થતા ટીમ GNFC પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. એક અહેવાલ મુજબ નાઈટ્રોજન ડાયોક્સાઇડ ગેસ લીકેજ થયો હતો. GNFC કંપનીની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ બાબતે કડક પગલા ભરવા માંગ ઉઠી રહી છે.