રાજકોટમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફ્લાવર શો ખુલ્લો મુક્યો - rajkot news
રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 2020 ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાને ભાજપના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવની ટિપ્પણી મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, દરેક ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં મનગમતા કામ કરવા માંગતા હોય છે. જે માટે તેઓ સંબધિત અધિકારીઓ પાસે માગ પણ કરતા હોય છે. સિંચાઇ વિભાગમાં મધુશ્રી વાસ્તવ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ અનુસાર સરકાર મંજૂરી આપવા કટિબદ્ધ છે.
Last Updated : Jan 24, 2020, 12:57 PM IST