Niramay Gujarat Yojna : જિલ્લામાં નિરામય ગુજરાત યોજના અંતર્ગત મેગા હેલ્થ કેમ્પનો પ્રારંભ કરાયો - Brijesh Merja
મોરબી જિલ્લામાં નિરામય ગુજરાત યોજના (Niramay Gujarat Yojna ) અંતર્ગત મેગા હેલ્થ કેમ્પનો પ્રારંભ કરાયો હતો. મોરબી જિલ્લા પંચાયત કચેરીએે નિશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું ( Mega Health Camp ) આયોજન કરાયું હતું.ં લોહીનું ઓછું દબાણ, ડાયાબિટીસ, મોઢા/સ્તન/ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બીમારી, પાંડુરોગ, કેલ્શિયમની ઉણપ જેવા બિનચેપી રોગોનું નિદાન અનેલસારવાર સહિતની સુવિધાઓ આપવામાં આવી હતી. આ પ્રકારનો કેમ્પ ( Mega Health Camp in Morbi ) દર શુક્રવારે યોજાશે. આ કેમ્પમાં વિનામુલ્યે દવા વિતરણ તેમજ આયુષ્માન કાર્ડ, હેલ્થ કાર્ડ કાઢવાની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત, જનરલ ઓ.પી.ડી., કોરોના ટેસ્ટ, ઓલ બોડી ચેકઅપ, કાર્ડિઓલોજી, લેબોરેટરી તપાસ તેમજ અન્ય સુવિધાઓ પણ મળી રહેશે.આ કેમ્પને શ્રમપ્રધાન બ્રિજેશ મેરજાએ ( Brijesh Merja ) ખુલ્લો મૂક્યો હતો.