જામનગરમાં વરસાદ પડતા લાખોટા તળાવમાં નવા નીરની આવક
જામનગરઃ પંથકમાં ભારે વરસાદ પડતા લોકોમાં ખુશી છવાઈ ગઈ છે. જામનગરની મધ્ય આવેલા લાખોટા તળાવમાં નવા નીરનું આગમન થતાં મોટી સંખ્યામાં શહેરીજનો જોવા માટે ઊમટ્યા હતાં. જામનગરમાં 1 થી 9 ઈંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે.