ભરૂચ નજીક નર્મદા નદીમાં નવા નીરની આવક, સ્થાનિકોમાં ખુશીની લહેર - Gujarat rains
ભરૂચઃ સાર્વત્રિક વરસાદને પગલે નર્મદા નદીમાં નવા નીરની આવક થઇ છે. અહીં વરસાદી માહોલ વચ્ચે નદીના નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉપરવાસમાં વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર તથા નર્મદા ડેમની જળ સપાટી વધતા ભરૂચ નજીક નર્મદા નદીમાં પણ નવા નીરની આવક થઇ છે. સિઝનમાં પ્રથમ વખત નર્મદા નદી તેના અસ્સલ મિજાજમાં જોવા મળી રહી છે. નદીમાં નવા નીરની આવક થતા નદી પર નભતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.