ટ્રાફિકના નવા નિયમો અંગે રાજકોટવાસીઓની પ્રતિક્રિયા - ટ્રાફિકના નવા નિયમો
રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોના ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ દંડની જોગવાઈમાં વધારો કરાયો છે. ETV BHARAT દ્વારા રંગીલા રાજકોટવાસીઓની ટ્રાફિકના નવા નિયમો અંગેની મંતવ્યો લેવામાં આવ્યાં હતાં. જેમાં રાજકોટવાસીઓએ નવા ટ્રાફિકના નિયમોને આવકર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે જે ટ્રાફિકના નિયમોમાં જે દંડની રકમ કરી છે, તેની સામે ગુજરાત સરકાર દ્વારા થોડી રાહત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં આ નવા નિયમનો અમલ થવાનો હોવાથી લોકો પીયૂસી અને હેલ્મેટ ખરીદી માટેની લાઈનો જોવા મળી રહી છે.