ગુજરાત

gujarat

ETV Bharat / videos

નવા ટ્રાફિકના નિયમોનું સરકારી કર્મચારીઓ દ્વારા પાલન, તમામ કર્મચારીઓ સીટબેલ્ટ અને હેલ્મેટમાં મળ્યા જોવા - New traffic rule

By

Published : Sep 16, 2019, 12:20 PM IST

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમન બિલને એક સપ્ટેમ્બરના રોજ લાગુ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સરકાર દ્વારા 16 સપ્ટેમ્બરથી આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે સોમવારના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે સરકારી કર્મચારીઓ જ્યારે અંદર પ્રવેશી ગયા હતા, ત્યારે તેઓનું ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં 90 ટકાથી વધારે કર્મચારીઓ નવા ટ્રાફિક નિયમન બિલને સપોર્ટ આપ્યો હતો અને તમામ પ્રકારના નિયમોને ફોલો કર્યા હતા. જ્યારે સચિવાલયમાં વ્યવસ્થિત સમયે તમામ અધિકારીઓએ હેલ્મેટનો ઉપયોગ કર્યો હતો, જ્યારે સચિવ કક્ષાના અધિકારીઓના ડ્રાઈવરોએ પણ સીટ બેલ્ટ બાંધીને ગુજરાતના નવા કાયદાનો અમલ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details