રાજકોટમાં ચોરી કરવા આવેલા તસ્કરો CCTVમાં કેદ - ચોર CCTVમાં કેદ
રાજકોટ: હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે. ત્યારે રાજકોટમાં પણ ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યા હોય તેમ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટના સંત કબીર રોડ પર આવી જ એક નવી મોડેશ ઓપરેન્ડીથી તસ્કરો ચોરી કરતા CCTV કેમેરામાં કેદ થયા છે. તસ્કરો દ્વારા બંધ મકાનને ટાર્ગેટ બનાવવા આસપાસના સ્થાનિકોના મકાનના દરવાજા બંધ કરતા CCTV કેમેરામાં કેદ થયા છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યા છે.