બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના વાઇરસના કેસને ઘટાડવા આરોગ્ય વિભાગનો નવતર પ્રયોગ
બનાસકાંઠા: ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા વધતા જતાં કોરોના સંક્રમણને લઈ ડીસા શહેરમાં સંક્રમણને અટકાવવા માટે નવી સ્ટ્રેટેજી અમલમાં મુકવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના 11 વોર્ડમાં ધન્વંતરી રથના માધ્યમથી લોકોને જરૂરી દવા આપવા ઉપરાંત તેમના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. આ નવી સ્ટ્રેટેજીથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબુમાં મેળવવામાં સફળતા મળશે તેવી આશા બનાસકાંઠા જિલ્લા અધિક આરોગ્ય અધિકારીએ વ્યક્ત કરી છે.