નેપાળી સંસ્કૃતિ પરિષદ ગુજરાત પ્રાંત દ્વારા કોરોનાં વાયરસ વિનાશક મહાયજ્ઞ યોજાયો - વડોદરા ન્યૂઝ
વડોદરાઃ સમગ્ર વિશ્વમાં વકરી રહેલાં કોરોનાનાં કહેર સામે નેપાળી સંસ્કૃતિ પરિષદ ગુજરાત પ્રાંત દ્વારા કોરોનાં વાઈરસ મહામારી વિનાશક મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર નજીક કરોળિયા સોમનાથ મહાદેવ મંદિરમાં આયોજીત મહાયજ્ઞમાં રાજ્ય સરકારનાં ગુજરાત નેપાળી સંસ્કૃતિના સચિવ ડૉ.ખેમચંદ ભુરતેલ, મંદિરના મહારાજ હરિપ્રસાદ ઉપાધ્યાય, આર.એસ.પીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજેશ આયરેની ઉપસ્થિતિમાં નાગરિકોએ મહાયજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પી લોકો કોરોના સામે સુરક્ષિત રહે તે માટે પ્રાર્થના કરી હતી.