ગુજરાત

gujarat

ETV Bharat / videos

દક્ષિણ આફ્રિકામાં ભરૂચના વેપારીના સ્ટૉરમાં નીગ્રોએ બંદૂકના નાંળચે લૂંટ ચલાવી, જુઓ CCTV - દક્ષિણ આફ્રિકાના સમાચાર

By

Published : Sep 29, 2020, 10:28 PM IST

ભરૂચઃ દક્ષિણ આફ્રિકાના વેન્ડામાં ભરૂચના ટંકારીયા ગામના વેપારીના સ્ટૉરમાં નીગ્રો લુટારૂઓએ બંદૂકના નાળચેં લૂંટ ચલાવી હતી. લૂંટની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીય વેપારીઓને એક પછી એક નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ટૂંકા ગાળાના સમયમાં ભરૂચના અન્ય એક વેપારીને નિશાન બનાવવામાં આવ્યા છે. મૂળ ભરૂચના ટંકારીયા ગામના રૂસ્તમ કાવડિયા વર્ષોથી દક્ષિણ આફ્રિકાના વેન્ડામાં રહી સ્ટૉર ધરાવે છે. તેઓ સ્ટૉરમાં હાજર હતા એ સમયે હથિયારધારી ચાર જેટલા નીગ્રોએ રૂસ્તમભાઈને બંદૂકની અણીએ જમીન પર સુવડાવી દુકાનમાંથી રોકડા રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયા હતા. આ ઘટનાથી આફ્રિકામાં રહેતા મૂળ ભારતીય લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, ગત તારીખ 12 અને 16 સપ્ટેમ્બરનાં રોજ પણ ભરૂચના જંબુસર અને શેરપુરા ગામના વેપારીઓને નીગ્રો લૂંટારૂઓ દ્વારા લૂંટી લેવાયા હતા.

ABOUT THE AUTHOR

...view details