છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના આર એન્ડ બી ખાતાની ઘોરબેદરકારી સામે આવી - Chhotaudepur Police
છોટાઉદેપુર : જિલ્લાના નસવાડીથી ઝડોલીના રોડ પાર મસમોટા ખાડા પડી ગયા છે. જ્યારે રવિવારના રોજ નાની ઝડોલીથી નસવાડી આવી રહેલી જીપ પલટી મારી જતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. જેથી આર.એન્ડ.બી ખાતા દ્વારા કોઈ જાનહાની થાય તે પહેલાં રોડની મરામત કરાવવાની લોકોની માગ ઉઠી છે.