રાજકોટમાં કોરોન્ટાઇન થયેલી મહિલાની મોટી બેદરકારી આવી સામે - રાજકોટમાં કોરોન્ટાઇન
રાજકોટ: રાજ્યમાં હાલ અંદાજીત 600થી વધારે લોકો કોરેન્ટાઈન છે. ત્યારે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી ભારતી નગર સોસાયટીના એક કોરેન્ટાઈન પરિવારની મહિલા દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. જો કે, આસપાસના રહેવાસીઓની સમય સૂચકતાના કારણે આ મામલો થાળે પડ્યો હતો. અહીં એક પરિવાર હાલમાં કોરોન્ટાઇન હેઠળ છે. જેના ઘરની બહાર આ મકાન કોરોન્ટાઇન હોવાનું પણ મનપા દ્રારા પોસ્ટર લગાવવામાં આવ્યું છે. પરંતુ મહિલા દ્વારા કોઈ જોઈ ન શકે એમ આ પોસ્ટરને ફાડી નાખવામાં આવ્યું હતું. જો કે, આ મહિલાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ સ્થાનિકોએ આ મામલે પોલીસને રજૂઆત કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ આખો મામલો શાંત થયો હતો.