ગીરસોમનાથને 'મહા'ના કહેરથી બચાવવા NDRFની 2 ટીમ ફાળવાઇ - મહા ચક્રવાત નો ગુજરાત પર ખતરો
ગીર સોમનાથઃ 'મહા' ચક્રવાતનો ગુજરાત પર ખતરો તોળાઈ રહ્યો છે. જેના કારણે ગુજરાતમાં વિવિધ સ્થળોએ ndrfની ટિમ ફાળવવામાં આવી છે, ત્યારે સંવેદનશીલ દરિયાકિનારો ગણાતા ગીરસોમનાથમાં સરકાર દ્વારા ndrfની 2 ટિમ ફાળવવામાં આવી છે. જે બત્તર પરિસ્થિતિમાં પણ કામ પૂરું પાડવા માટે જરૂરી સાધનો અને અત્યાધુનિક સેટેલાઈટ કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે ndrfની ટીમ સજ્જ છે. 'મહા' વાવાઝોડું સૌરાષ્ટ્રને અસર કરે તેવી પરિસ્થિતિમાં રસ્તા બંધ થવા, સંપર્ક વ્યવહાર ઠપ્પ થવા જેવી અતિ વિષમ પરિસ્થિતિમાં પણ બચાવ કાર્ય પૂરું પાડવા સુસજ્જ એવી નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ (ndrf)ની 2 ટીમ ગીરસોમનાથ જિલ્લાને ફાળવાતા વહીવટી તંત્ર વાવાઝોડું, ભારે વરસાદ, તોફાની પવનો દરમિયાન પણ લોકોનું બચાવકાર્ય પુરી સક્રિયતાથી કરી શકે તે નિશ્ચિન્ત કરાયું છે.