દ્વારકાના રાવલ ગામમાં પાણી ભરાતા NDRFની ટીમે 12 લોકોને બચાવ્યા, 117 લોકોને સલામત સ્થળે ખસેડાયા
દ્વારકામાં ધોધમાર વરસાદ (Heavy Rain) પડવાના કારણે આખું રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. આના કારણે અનેક લોકો પાણીની વચ્ચે ફસાઈ ગયા છે. તો આવા લોકોને બચાવવા માટે NDRFની ટીમ દિવસરાત રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) કરી રહી છે. NDRFના જવાનોએ પાણીમાં ફસાયેલા 5 પુરુષ, 2 બાળકો સહિત 5 મહિલાઓ મળી કુલ 12 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. બીજી તરફ અત્યાર સુધી 117 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાથે જ NDRFની ટીમે અને સ્થાનિક યુવકોએ જીવદયા દાખવી પાણીના પ્રવાહમાં ફસાયેલા શ્વાન અને તેના બચ્ચાને પણ બચાવ્યા હતા.