પાટણમાં વરસાદ તેમજ પુરની આફતને પહોંચી વળવા NDRF ટીમ સજ્જ - flood
પાટણઃ ઉત્તર ગુજરાતમાં ભારે વાયુ વાવાઝોડાની અસરના પગલે ભારે વરસાદ વરસવાની આગાહીના પગલે મંગળવારે પાટણ ખાતે NDRFની ટીમ પૂર્વ તૈયારીઓ સાથે પહોંચી હતી. વરસાદ તેમજ પુર અને વાવાઝોડા જેવી આફતોને પહોંચી વળવા NDRFની ટીમના 27 જવાનો પાટણ ખાતે વિવિધ સામગ્રીઓ સાથે પહોંચ્યા હતા. આ ટીમ લાઈફ ઝેકેટ, વુડન કટાર, બોટ, ઓક્સીઝ્ન સેટ સહીતની સામગ્રી સાથે ટીમને તૈનાત કરવામાં આવી છે. જે હાલમાં પાટણના રમત-ગમત સંકુલ ખાતે સ્ટેન્ડ બાય કરી દેવાઈ અને જિલ્લામાં કોઈ કુદરતી આપત્તિ આવે ત્યારે તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરુ કરવા આ ટીમ સજ્જ જોવા મળી હતી.