પોરબંદરમાં 'મહા' વાવાઝોડા સામે NDRFની ટીમ તૈનાત - maha cyclone
પોરબંદરઃ મહા વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને પોરબંદરનો ઘેડ વિસ્તાર દરિયાઈ કિનારે આવેલો હોવાથી અહીં વાવાઝોડાથી નુકસાનનો ખતરો વધુ વર્તાઈ રહ્યો છે, ત્યારે NDRFની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઘેડ વિસ્તારના ટુકડા ગોસા નવીબંદર માધવપુર અને મોચા ગામમાં દરીયા કીનારે વસતા લોકોની મુલાકાત લીધી હતી અને સતર્ક રહેવા જણાવ્યું હતું. આ ઉપરાંત કોઈપણ આગાહી સમયે તંત્ર દ્વારા આપવામાં આવેલા સૂચનાનું પાલન કરવા NDRFના અધિકારી વિનય સાટીએ જણાવ્યું હતું. NDRFનુ મુખ્ય કાર્યાલય દિલ્હીમાં સ્થિત છે. ગુજરાતના વડોદરામાં NDRFનું કેન્દ્ર છે, જયાં NDRFના 1000 જેટલા જવાનો રહે છે.