ભરૂચમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે NDRFની ટીમ તૈનાત - flood situation in Bharuch
ભરૂચઃ આ વર્ષે સમગ્ર રાજ્યમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ભરૂચમાં પણ નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી 6 ફુટ ઉપર વહી રહી છે. અનેક ગામો બોટમાં ફેરવાયા છે. જેથી તેમની સલામતી માટે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. શુક્રવારે NDRFના જવાનોએ નર્મદા નદીના કિનારે પહોંચી નદીની ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને લોકોના રેસ્ક્યુ ઓપરેશન સહિતની કામગીરી માટે ભરૂચમાં NDRFની ટીમ કાર્યરત છે. આ સાથે જ તંત્ર દ્વારા NDRFના સભ્યોને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ પણ આપવામાં આવ્યો છે.