જામનગરમાં NDRFની 6 ટીમનું આગમન, etv bharat સાથે કરી ખાસ વાતચીત - જામનગર એનડીઆરએફ
જામનગરઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 'મહા' વાવાઝોડાની અસરને લઇને તંત્ર એલર્ટ થયું છે, ત્યારે મંગળવારના રોજ જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે ખાસ હવાઇ માર્ગે 6 જેટલી એનડીઆરએફની ટીમો આજે આવી પહોંચી હતી. અત્યાધુનિક સાધનો તેમજ રેસ્કયુ બોટ અને રાહત સામગ્રીઓ સાથે એનડીઆરએફની ટીમોનું જામનગરમાં આગમન થતાની સાથે જુદી જુદી બસો તેમજ અન્ય વાહનોમાં તમામ સાધન સામગ્રી લઇ 6 જેટલી ટીમોને સૌરાષ્ટ્રના જુદા જુદા દરિયાઇકાંઠા જિલ્લાઓમાં રવાના કરવામાં આવી હતી. આ આવેલી સમગ્ર ટીમમાંથી એક ટીમ જામનગર ખાતે સ્થિત રહેશે, જ્યારે અન્ય પાંચ ટીમોને જુદા જુદા દરિયાકાંઠાના જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. 'મહા' વાવાઝોડાના સંકટને લઈને જામનગર સહિત રાજ્યભરનું તંત્ર એલર્ટ બન્યું છે.