Exclusive: કંગના રનૌત ભાજપની કઠપૂતળી છે: રેશ્મા પટેલ - Sanjay Raut
અમદાવાદ: બૉલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં કોકડું ગૂંચવાતુ જાય છે. આ મુદ્દો ફક્ત કાયદા સાથે જોડાયેલો નથી, પરંતુ રાજકીય મુદ્દો પણ બની ચૂકયો છે. ત્યારે બૉલિવુડ ઉપરાંત રાજકીય પક્ષો પણ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે. NCPના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલ બાદ પ્રદેશ પ્રવક્તા રેશ્મા પટેલે પણ કંગના રનૌતને ભાજપની કઠપૂતળી અને અઘોષિત પ્રવક્તા કહી છે. રેશ્મા પટેલે ETV ભારતની સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં સંજય રાઉત વિશે બોલતા રેશમા પટેલે કહ્યું કે, મહારાષ્ટ્રમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ અને શિવસેનાની યુતિ સરકાર ચાલી રહી છે. ત્યારે સંજય રાઉતે કંગનાના મુંબઈ પરના વિવાદિત નિવેદન સામે ફક્ત પ્રશ્ન કર્યો હતો કે, કંગના રાનૌત મુંબઈને POK કહી શકતી હોય. તો શું તેની હિંમત છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ જે રાજ્યમાંથી આવે છે, તે રાજ્યના કોઈ ભાગને પાકિસ્તાન કહી શકે?.. જુઓ રેશમા પટેલે વધુમાં શું કહ્યું.