સુરેન્દ્રનગરમાં NCC બટાલિયન દ્વારા સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરાઇ - NCC
સુરેન્દ્રનગર: 26 NCC બટાલીયનમાં જિલ્લાની 8 કોલેજ અને 21 શાળાના 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે. જેમાં 1થી 14 ડિસેમ્બર સુધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત NCC કેડેટ્સ દ્વારા સુરેન્દ્રનગર, વઢવાણ સહિત જિલ્લાના અને તાલુકાના મથકો પર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટીકથી રક્ષા, સ્વચ્છતા અંગે વાર્તાલાપ, શ્રમદાન સહીતના કાર્યક્રમ અંતર્ગત સ્મારકો, જાહેર બગીચાઓની સફાઇ કરવામાં આવી હતી. તેમજ કેડેટ દ્વારા 15 કિલો પ્લાસ્ટીકનો કચરો એકઠો કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લઇ આવવા વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું પણ આયોજન કરાયું હતું.