‘વાયુ’ વાવાઝોડાની અસર, નવલખી બંદરે કામગીરી ઠપ્પ - gujarat
મોરબીઃ ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાને પગલે અગમચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા અનેક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વાયુ વાવાઝોડાની અસર સવારથી દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જોવા મળી રહી છે. મોરબી જિલ્લાના માળીયા તાલુકના નવલખી બંદરે હાલમાં કામગીરી સંપૂર્ણ પણે બંધ કરવામાં આવી છે.