ગુજરાત

gujarat

ETV Bharat / videos

સાંસદ દ્વારા લોકડાઉનનાં સમયમાં જરૂરિયાતમંદોને 50 હજારથી વધારે ચોખાની કીટનું વિતરણ

By

Published : Mar 25, 2020, 6:57 PM IST

સુરત: કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુચન અનુસાર રાજ્યભરમાં લોક-ડાઉન ચાલી રહ્યું છે. આ લોક ડાઉન દરમિયાન સાંસદ સી.આર.પાટીલ દ્વારા સુરત અને નવસારી જિલ્લાનાં વિધવા બહેનો, સિનિયર સિટીઝન્સ અને કેટલાક જરૂરિયાતમંદ લોકોને 3 કિલો ચોખાની એક એવી 50 હજારથી વધારે ચોખાની કીટનું વિતરણ કરવાનું શરૂ કરાયું છે. સાંસદ સી.આર.પાટીલ સાથે આ કાર્યમાં હેમંતભાઇ દેસાઇ-રિલાયન્સ ઇન્ડસ્ટ્રી-અંદાજીત 25 લાખ રૂપિયાની 25 હજાર કીટ, રૂપા ડાઇંગનાં સુરેશ અગ્રવાલ-અંદાજીત 5 લાખ રૂપિયાની 5 હજાર કીટ, પ્રતિભા ગૃપનાં મહેન્દ્ર ચૌધરી- અંદાજીત 5 લાખ રૂપિયાની 5 હજાર કીટ, લક્ષ્મીપતિ ગૃપનાં સંજયભાઇ સરાઉગી-અંદાજીત 5 લાખ રૂપિયાની 5 હજાર કીટ, રાજેશભાઇ જુનેજા-અંદાજીત 1 લાખ રૂપિયાની 1 હજાર કીટ તેમજ રૂપા ડાઇંગનાં સુધાબેન અગ્રવાલ અંદાજીત 1 લાખ રૂપિયાની 1 હજાર કીટ સાથે જોડાયા છે. આ કીટનું વિતરણ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details