અમદાવાદના એક આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરાઈ નવરાત્રીની અનોખી પાઘડી, જુઓ વીડિયો... - આર્ટિસ્ટ
અમદાવાદઃ નવરાત્રિને હવે ખૂબ જ ઓછા દિવસો બાકી છે, ત્યારે અમદાવાદના એક યુવા આર્ટિસ્ટ અનુજ મુદલિયાર દ્વારા એક અનોખી પાઘડી તૈયાર કરવામાં આવી છે. જ્યારે આ પાઘડીની વિશેષતા વિશે અનુજને પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તમે ઘણી બધી પાઘડીઓ જોઈ હશે, પણ આ એક એવી પાઘડી છે, કે જે અમદાવાદ નહીં, ગુજરાતમાં નહીં, પરંતુ ઇન્ડિયામાં તમને આવી પાઘડી ક્યાંય પણ જોવા નહીં મળે. કારણ કે આ પાઘડી નથી, આ મારા માથાનો તાજ છે અને આ પાઘડીમાં ખાસ કરીને નરેન્દ્ર મોદીની ગુજરાતથી લઈને દિલ્હી સુધીની જર્ની પણ બતાવવામાં આવી છે. એટલે આ પાઘડીનું નામ મોદી પાઘડી છે.