બિઝનેસ નેટવર્કિંગ ઇન્ટરનેશનલ દ્વારા નવરાત્રી ગરબાનુ આયોજન - અમદાવાદ નવરાત્રિ
અમદાવાદઃ નવરાત્રિના પહેલાં દિવસે ગુલમહોર ગ્રીન્સ ખાતે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવશે. આ ગરબામાં વિવિધ બિઝનેસ ક્ષેત્રે જોડાયેલા લોકો એકત્ર થશે. જેમાં ખૈલેયાઓ પણ મન મૂકીને નવરાત્રિના રાસ-ગરબાની મોજ માણવાની સાથે બિઝનેસ અને નેટવર્કિંગ ક્ષેત્રમાં સભ્યો એકબીજાને મદદરૂપ થવાના અને પોતાના બિઝનેસ ,ઉદ્યોગના વ્યાપ વિસ્તરણના પ્રયાસોની આપ-લે પણ કરી શકશે.