ડીસામાં યોજાયો નવરાત્રી મહોત્સવ, ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ - deesa traditional dress
ડીસા : શહેરમાં યોજાતા સૌથી મોટા ગરબા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ રમઝટ જમાવી હતી.આદ્યશક્તિ અને જગત જનની મા અંબાનો પર્વ એટલે નવરાત્રી. આજે સમગ્ર ગુજરાતમાં નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી થઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદના બે દિવસના વિરામ બાદ ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં સ્પોર્ટ્સ ક્લબ ખાતે છેલ્લા દસ વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાતા ગરબા સૌથી મોટા થતાં હોવાના કારણે ડીસાના આસપાસના ગામમાંથી લોકો મોટી સંખ્યામાં ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને આવે છે.