રાજકોટમાં ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ - Latest news Of Rajkot
રાજકોટઃ યુનિવર્સિટી રોડ નજીક આવેલ વસંત માર્વેલ અપાર્મેન્ટમાં વર્ષ 2012થી નવરાત્રીનું અયોજન કરવામાં આવે છે. આ અપાર્મેન્ટમાં અંદાજીત 100થી વધુ પરિવાર વસવાટ કરે છે. જેઓ દર વર્ષે નવરાત્રીને ખૂબ જ ભવ્ય રીતે ગરબા રમીને મનાવે છે. સૌથી નવાઈની વાત એ છે કે, નવરાત્રી અગાઉ સોસાયટીના સભ્યો દ્વારા કોરિયોગ્રાફર રાખવામાં આવે છે. જે ગરબાના અવનવા સ્ટેપ સોસાયટી વાસીઓને શીખવે છે. આ સાથે જ એપાર્ટમેન્ટમાં રહેતા તમામ પરિવારના નાનામાં નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન પણ અહીં ગરબે રમે છે. સૌ પોતાના પરિવાર સાથે ખુબ જ ઉત્સાહથી ગરબા રમી શકે તેવા પ્રકારનું અયોજન કરવામાં આવે છે. સોસાયટીમાં પ્રાચીન અને અર્વાચીન બન્ને પ્રકારના ગરબા રમવામાં આવે છે. જેથી કરીને સૌ કોઇ નાના મોટા ગરબાની મોજ માણી શકે.